સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ધ્રાંગધ્રામાં યુવકની હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રામાં વિપુલ ઠાકોર નામના યુવકને અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. હત્યા અંગત અદાવતમાં થઈ છે કે કોઈ અન્ય કારણોસર, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.










