તળાજાની મહુવા ચોકડી પર તળાજામાંથી પસાર રહેલ એસ.ટી.બસની ડાબી સાઈડમાં બાઇક ચાલકનો અકસ્માત થયો હતો. બપોરથી સાંજ સુધીનો સમય તળાજા માટે આગ અકસ્માતનો રહ્યો હતો. કૃષ્ણનગર મહુવા રૂટની બસસાથે થયેલ અકસ્માતમા બાઇક ચાલક રામપરા ગામના ભગુભાઈ ચોપડાને ઇજાથતા સરકરી હોસ્પિટલમાં લોકો ટોળે વળ્યા હતા.


ટ્રક સળગવાની ઘટના સાખડાસર-૧ ના પાટિયા પાસે ઠાકરધણી હોટલ સામે બની હતી. રોડપર દોડતો ટ્રક ડ્રાઇવર કેબિનના ભાગેથી અચાનક જ સળગવા લાગતા આગ વકરે તે પહેલા હાઇવે રોડ પર જ ટ્રક ઉભોરાખી ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસ ના જાગૃત નાગરિક દ્વારા ફાયર, પોલીસને જાણ કરવામાં આવી હતી.

તળાજા ફાયર ઓફ્સિર પઢેરિયા એ જણાવ્યું હતુ કે શેરડીના છોતા ભરેલ ટ્રક છે. કોલ મળતા જ તળાજા ફાયરની ટીમ સાધનો સાથે દોડીજઇ ટ્રક નં.જીજે ૧૨-એ વાય-૧૦૪૪ ને વધુ બળતા બચાવવામાં આવ્યો હતો. ટ્રક માલિક અને બળતો મૂકીને ભાગી જનાર ડ્રાંઇવર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે પાંચ દિવસ પહેલાજ જ્યાં ક્રેઇન લઈજતો ટ્રક સળગ્યો હતો ત્યાંજ આજે પાંચમા દિવસે ફરિ વધુ એક ટ્રક સળગવાની ઘટના બનતા હાઇવેપર ટ્રાફ્કિને અસર થવા પામી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: