તળાજા વાસીઓ, વેપારીઓ છેલ્લા દોઢેક વર્ષથી છુટા પૈસા અને રૂ.10,20 ની ચલણી સારી નોટો ઝંખી રહ્યા છે. કારણ કે બજારમાં પરચુરણ ની તંગી અને ખાસ કરીને હાલ રૂ.10,20 અને 50 ની નોટો રદ્દી જેવી વ્યવહારમા ચાલીરહી છે.ફાટેલી સાંધેલી નોટો બે રોકટોક ચલણમા છે. આવા સમયે રાષ્ટ્રીય કૃત બેંક દ્વારા બેન્કના ગ્રાહકો, વેપારીઓ આમ નાગરિકો ને મર્યાદામાં નવીનોટો બે દિવસથી આપવાનું શરૂકરતા લોકોની લાઈન લાગીહતી.બજારમા અઢીકરોડ રૂપિયા આપ્યા હોવાનો સતાવાર સાધનો દ્વારા દાવો કરવામાં આવીરહ્યો છે. હાથમા પકડવી અને જોવીપણના ગમે તેવી રૂ.10-20 ની ચલણીનોટો તળાજાની બજારમા ફરી રહી છે.નાના -મોટા વેપારીઓ થી લઈ આમજનતા ની મોટાપાયે માગણી હતી કે સરકાર દ્વારા બજારમા નવીનોટો મુકવામાં આવે. સામાન્ય રીતે દિવાળી પર્વ અવસરે નવીનોટો બેંક દ્વારા આપવામાં આવતીહોય છે. પરંતુ ગતવર્ષે ખુબજ ઓછા પ્રમાણમાં નોટો આવવાના કારણે બેંકોઆપી ન શકતા ગતઆખું વર્ષ જૂની રદ્દી જેવી નોટો જ ચલણમા રહી છે. જોકે તળાજા એસ.બી.આઈ બેંકની મુખ્ય શાખા દ્વારા નવીનોટો વિતરણ કરવાનું શરૂકરતા લોકોની લાઇનો લાગી હતી.રૂ.10-20 નું એકએક બંડલ અને મોટા વેપારીઓને રૂ.50-100 નું બંડલ આપવામાંઆવતા હતા.બેંક મેનેજર અક્ષયભાઈ વાઘણી એ જણાવ્યું હતુ કે રૂ.10,20, 50 અને 100 મળી રૂ.2.50 કરોડ ની નવી નોટો આપવામા આવીછે.તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભૂતકાળના વર્ષો કરતા આ વર્ષે નોંધપાત્ર નવી નોટો આપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે બેંકો દ્વારા આપવામાં આવતી નોટનો મોટાપાયે સંગ્રહ થતોહોય અને પ્રસંગોપાત ઉપયોગમા લેવાતી હોય બજારમાં હુજુ અછત વર્તાવવાની છે.
