તાલાલા પંથકમાં કાયદાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. ચિત્રોડ ગામે આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી રાજકોટના પાંચ નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ જામી 

ચિત્રોડ ગામે આવેલા 'લોટસ લક્ઝરી રિસોર્ટ' (Lotus Luxury Resort) માં કેટલાક શખ્સો એકઠા થઈને શરાબની મહેફિલ માણી રહ્યા હોવાની ચોક્કસ બાતમી ગીર સોમનાથ એલસીબીને મળી હતી. પોલીસ કાફલાએ ઓચિંતા દરોડા પાડતા રિસોર્ટના રૂમમાં દારૂની બોટલો સાથે પાંચ શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા.

આરોપીઓ અને મુદ્દામાલની વિગત

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા તમામ પાંચેય ઈસમો રાજકોટ શહેરના રહેવાસી છે અને અહીં મોજમજા કરવા માટે આવ્યા હતા. દારૂ પીનારા 5 ઈસમો અને ફાર્મ હાઉસ/રિસોર્ટના સંચાલક સહિત કુલ 6 વ્યક્તિઓ. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, મોંઘાદાટ મોબાઈલ ફોન અને એક મહિન્દ્રા સ્કોર્પિયો (Scorpio) કાર સહિત કુલ ₹21,76,000 થી વધુની મતા કબજે કરી છે.તાલાલા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: દાંડી પથ યાત્રાનો ત્રીજો દિવસ, NCC કેડેટ્સ અને ગ્રામીણ મહિલાઓએ દાંડી પથના યાત્રિકોને ઉમળકાભેર વધાવ્યા