તાલાલા-સાસણ રોડ ઉપર સાંગોદ્રા ફાટક પાસે આવેલ સુપ્રસિધ્ધ મનસાદેવી આશ્રમમાં પુનિત પુરૂષોત્તમ માસ દરમ્યાન મંગલગીરી બાપુએ લોકકલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે એક માસની કરેલ કઠોર સપ્ત ધૂણી તપસ્યાની મનસાદેવી માતાજીના જયઘોષ સાથે રંગેચંગે પૂર્ણાહુતિ થઈ હતી. અધિક માસના પ્રારંભથી કાળઝાળ ગરમીમાં ધોમધખતા તડકામાં બપોરે 12 થી 3 વાગ્યા સુધી સાત ધુણીમાં અગ્નિ પ્રજ્વલિત કરી ધૂણી પાસે બેસીને મંગલગીરી બાપુએ કઠોર તપસ્યા કરી હતી.આ કઠોર તપસ્યાનાં અલૌકીક દર્શનનો તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના અગણિત શ્રધ્ધાળુ ભાવિકોએ લાભ લીધો હતો.સપ્ત ધૂણી તપસ્યાની પૂર્ણાહુતિ પ્રસંગે આશ્રમમાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભવ્ય સંતવાણી (ભજન-ડાયરો), મહાયજ્ઞ, સત્ય નારાયણ ભગવાન ની કથા,સત્સંગ, કન્યા ભોજન, સંત ભોજન તથા મહાપ્રસાદ(સમુહ ભોજન) સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં સાધુ-સંતો,મહંતો અને ભક્ત ભાવિકો એ ભાગ લીધો હતો.દિવ્ય તપસ્યાના સમાપન પ્રસંગને દિપાવવા વિવિધ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. મનસાદેવી આશ્રમમાં પુનિત માસ દરમ્યાન યોજાયેલ ધુણી તપસ્યા નાં ધાર્મિક કાર્યક્રમથી ભાવિકો ભારે પ્રભાવિત થયા હતા. સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા આશ્રમના સંચાલકો,હરિહર ગૃપ તથા સ્વયંસેવકો એ કરી હતી.

Weather Update : સાચવજો,સાંજના 4 વાગ્યા સુધી મધ્ય ગુજરાત સહિતના આ 9 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર









