તાલાલાના હડમતીયા ગામે સ્વ.વિઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથિ નિમિત્તે તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજ યુવા સંગઠન પ્રમુખ ભુપતભાઈ હિરપરાની રાહબરી હેઠળ હડમતીયા ગીર ગામે યોજાયેલ રક્તદાન કેમ્પને જબરી સફળતા મળી છે.
માનવસેવા યજ્ઞનાં પ્રારંભે કિસાન અગ્રણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ સેવાયજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં હડમતીયા ગીર વિસ્તારના 20 ગામોમાંથી 22 બહેનો સાથે કુલ 123 રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કર્યુ હતુ. આ સેવાયજ્ઞ માં વેરાવળ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક ની ટીમે સેવાઓ આપી હતી. સેવાયજ્ઞમા સહભાગી બનેલ 123 દાતાઓને પ્રમાણપત્રો અપાયા હતા.આ સેવાયજ્ઞમા ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકેશભાઈ દોમડીયા,તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, સરપંચ સાગરભાઈ મારકણા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ,યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવાયજ્ઞમાં સામેલ થવા હડમતીયા ગીર ગામે પધારેલ પૂર્વ કેબિનેટ મંત્રીનું ગ્રામજનોએ ગામના ઝાંપા થી પુષ્પવર્ષા અને સામૈયાં સાથે સ્વાગત કર્યુ હતુ.
