સંત વિભૂતિ સદગુરુદેવ પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી સંતવર્ય બિહારીબાપુના સાનિધ્યમાં તાલાલા શહેરમાં ચાલતી 13 દિવસીય અખંડ હરીનામ શ્રી રામ જય રામ જય જય રામ સંકિર્તન ધુને ભારે જમાવટ કરી છે.અખંડ ધુનથી તાલાલા શહેરમાં સર્વત્ર ધાર્મિક માહોલ છવાયું છે...
તાલાલા પ્રેમ પરિવાર આયોજીત નરસિંહ ટેકરી વિસ્તારમાં કાર્યસિધ્ધ હનુમાનજીના પાવન પરીસરમાં આવેલ માનસ સત્સંગ ભવનમાં શરૂ થયેલ અખંડ ધુનમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સત્સંગ મંડળો તથા શ્રી રામપ્રેમી ભાવિકો ભાગ લઈ રહ્યા છે. તાલાલા શહેરના વિવિધ મહિલા સત્સંગ મંડળો પણ અખંડ ધુનમાં જોડાયા છે.અખંડ ધુનમાં ભાગ લેવા બહારથી આવતા રામપ્રેમી ભાવિકો માટે આયોજકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.અખંડ ધુન ના 13 દિવસીય ધાર્મિક ઉત્સવમાં ધર્મલાભ લેવા ભાવિકોની ભીડ થી ઉભરાઈ રહ્યું છે.અખંડ ધુન ની રવિવારે પૂર્ણાહુતિ થશે.
