તાલાલા શહેરમાં ચોમાસાની ઋતુમાં ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા તથા લોકોની આરોગ્ય સુખાકારી માટે તાલાલા નગરપાલિકા વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોએ વિવિધ વોર્ડમાં સ્વખર્ચે જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે...

તાલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ સોલંકી એ આપેલ વિગત પ્રમાણે તાલાલા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા નિયમિત ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી છતાં પણ પાલિકા દ્વારા વિશાળ જનહિત માટે કામગીરી શરૂ કરવામાં નહીં આવતાં લોક સુખાકારીને પ્રાથમિકતા આપી સ્વખર્ચે કોંગ્રેસ નાં સભ્યો દ્વારા સ્વખર્ચે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી છે જેના અંતર્ગત વોર્ડ નં. 1 માં અંદાજે 10 હજાર લીટર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જ્યારે વોર્ડ નં. 6માં આશરે 25 હજાર લીટર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે.આ ઉપરાંત વોર્ડ નં. 6માં વરસાદના કારણે બિસ્માર બનેલ માર્ગ પર વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડે નહીં માટે સ્વખર્ચે કાંકરી પાથરી માર્ગની મરામત પણ કરવામાં આવી છે.આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ સાથે જનહિત ની કામગીરી કરવામાં આવશે.