તાલાલા નજીક આવેલી IPL સુગર ફેક્ટરીમાં રિપેરિંગની કામગીરી દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું છે. આ ફેક્ટરી લાંબા સમયથી બંધ હતી અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દુર્ઘટના પતરા ચડાવતી વખતે બની હતી. પતરા ચડાવતી વખતે અચાનક પતરા નીચે કામ કરી રહેલા શ્રમિક પર પડ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત
જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઈજાઓ પામેલા 37 વર્ષીય અલ્તાફ બ્લોચ નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. યુવકનું મોત થતાં જ તેના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ખાનગી કંપની દ્વારા સંચાલિત આ ફેક્ટરીમાં બનેલી ઘટના અંગે તાલાલા પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.













