તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામે બાળકો અને યુવાનોના આરોગ્યને ધ્યાને લઈ ગામમાં હાનીકારક પડીકાં નું વેંચાણ બંધ કરવા ગ્રામ પંચાયતે પ્રેરણાદાયી કરેલ નિર્ણયને સમસ્ત ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો છે.
ગામના રામજી મંદિર ખાતે સરપંચ જયદીપભાઈ જોટવાનાં અધ્યક્ષ સ્થાને ગામના આગેવાનો તથા દુકાનદારોની બેઠક મળી હતી જેમાં બાળકોના આરોગ્ય માટે હાનિકારક અને બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ફૂડ (પડીકા) નાં વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવા સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો.આ નિર્ણય બાદ ગામની 20 જેટલી દુકાનોમાં બિન આરોગ્યપ્રદ પડીકા નું વેચાણ સંપૂર્ણ બંધ થઈ ગયું છે.
