વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે જુગતરામ દવેની જન્મજયંતી નિમિત્તે સેવા દિનની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી.

બુહારી : ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે પૂ. જુગતરામ દવેની 135મી જન્મજયંતી નિમિત્તે 45મા 'સેવા દિન'ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અમરસિંહભાઈ ચૌધરીએ અતિથિઓનું સ્વાગત રેંટિયો, સૂતરની આટી અને ખાદીના રૂમાલથી કર્યુ હતું. આ પ્રસંગે B.R.S. કોલેજના છાત્રોએ જુગતરામ કાકાના જીવન-કવન પર આધારિત હૃદયસ્પર્શી સ્મરણ સંવાદ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉ. રમજાન હસણીયાએ પોતાની મધુર અને રસાળ શૈલીમાં જુ. કાકાની કાવ્યરચનાઓ અને 'ગીતા ગીત મંજરી'નું રસદર્શન કરાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી ડૉ. અંજનાબેન ચૌધરીએ કર્યું હતું, જ્યારે આભાર દર્શન B.R.S.કોલેજના અધ્યાપક મિતેશભાઈએ કર્યું હતું.