તાપી જિલ્લાની વાલોડ તાલુકાની એક આશ્રમશાળામાં બે સગીરાઓ વચ્ચેની મિત્રતા લોહિયાળ અંજામમાં ફેરવાઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આશ્રમશાળામાં સાથે અભ્યાસ કરતી એક સગીરાએ તેની જ સહેલી સાથે વાતચીત બંધ કરી દેતા ઉશ્કેરાઈને બાથરૂમમાં તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. વાલોડ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 23 જૂન 2026ના રોજ સવારે 9 વાગ્યે તાપી જિલ્લાની વાલોડની એક આશ્રમશાળામાં ઘટી હતી. શાળામાં અભ્યાસ કરતી બે સગીરાઓ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાએ ભોગ બનનાર સગીરાને પૂછયું હતું કે, 'તેં મારી સાથે મિત્રતા કેમ તોડી નાખી અને તું મારી સાથે કેમ વાત કરતી નથી?' આટલું કહી તે ઉશ્કેરાઈ ગઈ હતી અને ભોગ બનનાર સગીરાને બાથરૂમમાં લઈ જઈને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપી સગીરાએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ભોગ બનનારના જમણા હાથના કાંડાની નસ પર ઘા ઝીંકી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ઈજાગ્રસ્ત સગીરા સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ police વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન આ ચોંકાવનારી હકીકત ફાલિત થતાં તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં ઈજા પામનાર સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તે તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે. આ મામલે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરા વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: