બુહારી : વાલોડ તાલુકાના બુહારી જૈન સંઘ ખાતે પર્યુષણ મહાપર્વના પાવન પ્રસંગે 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાચન મહોત્સવની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સકળ સંઘે ઉજવણી કરી હતી.
બુહારી જૈન ઉપાશ્રય માં સવારે 10.30 વાગે પવિત્ર 'કલ્પસૂત્ર' ગ્રંથનું વાચન કરવામાં આવ્યું હતું. માતા ત્રિશલાદેવીએ જોયેલા 14 મહાસુપ્નો અને ભગવાન મહાવીરના જન્મનું વર્ણન આવતાં જ સમગ્ર ઉપાશ્રય ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી અને અહિંસા પરમો ધર્મના જયઘોષથી ગુંજી ઉઠયો હતો. સંઘ દ્વારા હરખભેર ચોખા (અક્ષત) અને શ્રીફ્ળ વધેરી પ્રભુ જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. પર્યુષણ પર્વમાં પવિત્ર ગ્રંથ કલ્પસૂત્ર ને ઘરે બિરાજમાન કરવાનો લાભ અમર અશોક કુમાર શાહ પરિવારે લીધો હતો.જ્યારે ભગવાનના પારણાં ને સૂવાનો લાભ સ્વ.હિતેશ કુમાર નેમ ચાંદ શાહ ( નિલેશ શાહ) પરિવારે મેળવ્યો હતો.અને ભગવાનનું પારણું તથા માતા ત્રિશલા ને આવેલ ચૌદ સ્વપ્નોના સુપનો ને પાંચમ ન દિવસ સુધી બિરાજમાન કરવાનો અમૂલ્ય અવસર જિનેશ ભાઈ કિશોરચંદ્ર શાહ પરિવારે લીધો હતો.
