તાપીના ઉચ્છલમાં કારના ચાલકે 3 યુવકને ઉડાવ્યા છે અને અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકો રોડ પર પછડયા હતા અને ઘટનાની જાણ થતા સ્થાનિકો, પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચ્યા હતા, ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
બાઈક પર સવાર 3 યુવકોને કારે ઉડાવ્યા
તાપીના ઉચ્છલમાં રોડ પર યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલ કારના ચાલકે 3 યુવકને ઉડાવ્યા હતા જેમાં એક યુવકનું સ્થળ પર મોત થયું છે, જે યુવકો સાથે અકસ્માતની ઘટના બની છે તે યુવકો માણેકપુર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. કારનો ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થયો છે તો કારમાંથી કોઈ દારૂ કે અન્ય વસ્તુ મળી આવી નથી. કિયા કાર નં. જીજે ૧૫ સીએન ૯૫૯૪ના કારચાલકે આ અકસ્માત કર્યો છે.
