મોટા બંધારપાડા ગામના ખેડૂતોમાં ડરનો માહોલ છે, દીપડાએ ખેડૂતને હાથ અને પીઠમાં પંજો માર્યો અને લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો અને દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવાની માગ સ્થાનિકો કરી રહ્યા છે.
ખેતરમાં કામ કરતા ખેડૂત પર ખૂંખાર દીપડાનો હુમલો
તાપીના સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂત હરિસિંગ ગામીત પર કદાવર દીપડાએ કર્યો હુમલો, દીપડાએ હરિસિંગ ભાઈના હાથ અને પીઠ પર પંજા માર્યા છે જેના કારણે શરીરમાંથી લોહી વહ્યું હતો, આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો હતો અને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી.
