બુહારી : દાદરીયા ગામે ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે. દાદરીયા ગામના ઉપલા ફ્ળિયામાં રહેણાંક ઘર પાસે વન વિભાગ દ્વારા ગતરોજ સાંજે 7:00 કલાકે જ દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડો અવારનવાર આટાફેરા મારતો નજરે પડતો હતો, જેના કારણે સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભારે ફળ અને ભયનો માહોલ જોવા મળતો હતો. ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગે તાત્કાલિક હરકતમાં આવી ગતરોજ સાંજે પાંજરૂ ગોઠવ્યું હતું. પાંજરૂ મુક્યાના ટૂંક જ સમયમાં દીપડો તેમાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા દીપડાનો કબજો મેળવી તેને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
