સુરેન્દ્રનગર : થાન પોલીસને તા. 3-2-25ના રોજ રાત્રી પેટ્રોલીંગ દરમીયાન થાનના વિજય જેઠસુરભાઈ ખાચરે યુનીવર્સીલ સીરામીકના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલ વાહન રાખ્યુ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં તપાસ કરતા બોલેરો કારમાંથી વિદેશી દારૂ 228 બોટલો અને 4752 ચપલા મળી આવ્યા હતા. આથી રૂપીયા 8,40,936નો દારૂ, રૂપીયા 7 લાખની કાર સહિત રૂપીયા 15,40,936નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની તપાસમાં બાદમાં કનુ જેઠસુરભાઈ ખાચરનું નામ ખુલ્યુ હતુ. ત્યારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ફરાર આરોપી કનુ ખાચરને થાન પોલીસના હવાલે કર્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: