થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસ દ્વારા ખનીજના ગેરકાયદે પરિવહન સામે વધુ એકવાર કાર્યવાહી કરવામાં આવી હતી
થાનગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મનડાસર ગામ પાસેGJ-13-AX-7280 નંબરના ડમ્પરને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેનું વજન કરાવતા તેમાં 48 ટન ગેરકાયદે સિપ્રા વ્હાઇટ ક્લે ખનીજ હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ડમ્પર ચાલક રણછોડભાઈ કાળુભાઈ ડાભી(ઉં.વ. 35, રહે. વિનયગઢ, તા. વાંકાનેર, જિ. મોરબી)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડમ્પરમાં અંદાજે 48 ટન સિપ્રા વ્હાઇટ ક્લે ખનીજનું ગેરકાયદેસર પરિવહન કરતું ઝડપી પાડયું હતું. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. ડમ્પરને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી નંબર પ્લેટ વગરના ત્રણ ડમ્પર અને ત્રણ બાઈક સહિત કુલ 7 વાહન ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે.
