ભાભર તાલુકાના સણવા ગામ નજીક ભાભર-સણવા રોડ પર ફોરવ્હીલ ગાડી રોડની સાઈડમાં ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ભાભર તાલુકાના તેતરવા ગામના યુવાન ચિરાગ ચૌધરી આજ રોજ કટાવથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન સણવા ગામ પાસે ફોરવ્હીલ કાર નંબર GJ-08-CS-3343 ના ચાલક ચિરાગ ચૌધરીએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ચિરાગ ભેમાભાઈ ચૌધરી (ઉં.વ. 22) ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે ભાભર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો