ચાંદીપુરા વાયરસથી નાના બાળકોનાં મોતમાં ચિંતાજનક વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે અને જે ગામમાં વાયરસની અસર જોવા મળી રહી છે ત્યા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વાવ તાલુકાના લાલપુરા ગામે ચાંદીપૂરા વાયરસથી એક 4 વર્ષીય બાળકીનું મોત થતાં વાવ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરી તપાસ કરી હતી.પાટણ જિલ્લાના રાધનપુરના અમરગઢ વિસ્તારની વતની અને વાવ તાલુકાના લાલપુરા ગામે રહેતી 4 વર્ષીય બાળકી મીના સુરેશભાઈ ફૂલવાદીને વધારે તાવ વારંવાર ખેંચ આવવી અને બેભાન થઇ જવાની સ્થિતિમાં ધારપુર સિવિલમાં મોત થયું હતું. જેને લઇ વાવ આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસ ત્યાં સર્વે કરી દવાનો છંટકાવ તેમજ ત્યાં રહેતા બાળકો તેમજ લોકોની તપાસ કરી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું.
