થરાદ તાલુકાના ભાચર ગામમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓ માટે એક પ્રશંસનીય લોકભોગ્ય કાર્ય સંપન્ન થયું છે. ગામમાં નવી લાઈબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક સ્તરે શિક્ષણ અને વાંચન સંસ્કૃતિને મોટો વેગ મળશે.


આ લાઈબ્રેરીનું નિર્માણ પૂર્વ સાંસદ પરબત પટેલની સાંસદ ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. લાઈબ્રેરી ભવનના નિર્માણને સફ્ળ બનાવવા માટે ભાચર ગ્રામ પંચાયત દ્વારા પ્રશંસનીય અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યની ખાસ વિશેષતા એ રહી કે, સરકારી ગ્રાન્ટની સાથે-સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ ખુલ્લા હાથે આર્થિક સહયોગ આપ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ શ્રામદાન કરીને આ ભગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: