વાવ તાલુકાના મોરીખા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવા બાબતે મામલતદારને સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરીખા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે.હાલની સ્થિતિએ ગામના તમામ તળાવો ભરેલા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના કારણે ગામમાં ચારેય તરફ્ ઘુંટણસમાથી વધુ પાણી ભરાયેલું રહે છે. આ પાણીના નિકાલ માટે ગામમાં પંપિંગ સ્ટેશન સુધી ગામનું પાણી લઈ જઈને તેનો નિકાલ નર્મદા કેનાલમાં કરવામાં આવે એવી મોરીખાના ગ્રામજનોની રજૂઆત છે. આ બાબતે મોરીખા ગામની ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી યોગ્ય તજવીજ કરવા માટે માંગ કરવામાં આવી છે.
