વાવ થરાદ જિલ્લામાં સરહદી વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતાં ખેડૂતોમાં રાહત જોવા મળી હતી.જોકે હાલમાં નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાવેતર કરેલ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે.થરાદ અને સરહદી પંથકમાં સંભવિત વધુ વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRFની ટીમ બોલાવી લેવામાં આવી છે, જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય. હાલ થરાદ, વાવ, સુઈગામ અને ધરણીધર વિસ્તારમાં વરસાદનું જોર ઘટયું છે અને વરસાદ ધીમો પડયો છે. સુઈગામના ભરડવા ગામમાં પાણી વધુ પ્રમાણમાં ભરાયા છે. જ્યારે થરાદના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદના એસ.ડી.એમ. સાજન મેરે જણાવ્યું છે કે હાલ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે, છતાં ભવિષ્યમાં વધુ વરસાદ પડે તો બચાવ અને રાહત કામગીરી માટે NDRF ટીમ સંપૂર્ણ સજ્જ છે.. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં તેમજ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો....

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો