વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે શુક્રવારે બપોરે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે મોઢે માસ્ક પહેરીને આવેલા ત્રણ શખ્સોએ છરી, ધાર્યું લઈ યુવક પર તૂટી પડયા હતા અને જાહેરમાં ફાયરિંગ કર્યું હતું સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ નો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે અંગે પોલીસે અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જેમાં યુવકની જુની અદાવતમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. લાખણી તાલુકાના કુવાણા ગામે શુક્રવારે બપોરે ભવાની પાર્લર પર એક યુવક પાછળ અજાણ્યા ત્રણ શખ્સો હાથમાં ધાતકી હથિયારો સાથે આવી પહોંચ્યા હતા જ્યાં યુવક પર સતત છરી ,ધાર્યું વડે હુમલો કરી યુવકની જાહેરમાં હત્યા કરી હતી જેમાં આરોપીઓએ ભય ઊભો કરવા ફાયરિંગ કર્યું હતું અને જાહેરમાં યુવકની હત્યા કરી આરોપીઓ ફ્રાર થઈ ગયા હતા ગામલોકોએ સમગ્ર ઘટના ની જાણ દિયોદર પોલીસ ને કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં તપાસ કરતા મૃતક યુવક શામળભાઇ ભીલ હોવાનું બહાર આવ્યું હતું પાર્લર પર લગાવવામાં આવેલ સી સી ટીવી ફૂટેજ જોતા ત્રણ શખ્સો હાથમાં ધાતકી હથિયારો લઈ આવી યુવક ની બેરહેમી પૂર્વક જાહેરમાં હત્યા કરી ફ્રાર થઈ જાય છે બનાવ ની જાણ વાવ થરાદ એસ પી ને થતા એસ પી ,ડી વાય એસ પી ,સહિત પોલીસ નો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે અંગે પોલીસે ઘટના નો ભેદ ઉકેલવા એફ્ એસ એલ ની મદદ લઈ લાશ ને પી એમ અર્થ હોસ્પિટલ ખાતે મોકલી આરોપી ને પકડી પાડવા અલગ અલગ ટીમો કામે લગાડી હતી યુવક ની જાહેરમાં હત્યા થતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: