દિયોદર ખાતે પૂજ્ય જલારામ બાપાની 227 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્તો અને ઉપસ્થિત લોકો માટે ઠંડાં પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દિયોદર ધાર્મિક, સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહી છે. આ પ્રસંગે પરિષદના પ્રમુખ ડો. રાકેશ ઠક્કર સહિત વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો જામા પટેલ, અમરત ભાટી, તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી ભક્તિભાવ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી.
