વાવ-થરાદ જિલ્લામાં દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ લગ્ન સિઝનની શરૂઆત થતાં જ બજારોમાં રોનક જોવા મળી રહી છે. લગ્નપ્રસંગોની તૈયારીઓને લઈને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે શહેરના બજારોમાં ઉમટી રહ્યા છે. જેના પગલે બજારોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળી રહી છે.લગ્નસરાની ખરીદી માટે લોકો ખાસ કરીને કાપડ, સાડી, ડ્રેસ, ઘરેણાં તેમજ સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. લગ્નપ્રસંગોમાં પરિવારજનો અને સગા-સંબંધીઓ માટે કપડાં સહિતની વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા લોકો બજારમાં પહોંચી રહ્યા છે. દિવાળી બાદ શરૂ થયેલી લગ્ન સિઝનના કારણે કાપડની દુકાનો, જ્વેલર્સ સહિતની બજારોમાં ગ્રાહકોની અવરજવર વધી છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગ્રાહકોના કારણે શહેરના વેપાર-ધંધામાં પણ નવી રોનક જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો