ભાભર તાલુકાના ચેમ્બુવા તેમજ વડાણા ગામના ખેડૂતો નર્મદાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. માઈનોર કેનાલમાં પૂરતું પાણી ન મળતાં ખેડૂતો પિયતથી વંચિત છે. ભરશિયાળે પણ કેનાલ સુકીભઠ્ઠ જોવા મળી રહી છે, જ્યારે વિસ્તારનું ભૂગર્ભ પાણી ખારું હોવાથી બોરવેલ ખેતી માટે ઉપયોગી નથી. ખેડૂતોની માંગ છે કે કેનાલનું પાણી છેવાડા સુધી ન પહોંચતું હોય તો ગામનું તળાવ પ્રથમ ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર દ્વારા સરહદી વિસ્તારોમાં ખેતીના વિકાસ માટે નર્મદા કેનાલનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ પાણીના વિતરણમાં અનિયમિતતાને કારણે છેવાડાના ગામોમાં ખેડૂતોને પૂરતું પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ચેમ્બુવા ગામના ખેડૂતો પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખેતી પાછળ બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ સમયસર પિયત ન મળે તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. એક તરફ્ ખારું ભૂગર્ભ જળ અને બીજી તરફ્ નર્મદાના પાણીનો અભાવ ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે. તાત્કાલિક ધોરણે પાણી ન પહોંચતું હોય તેવા ગામના તમામ ભરવામાં આવે તો ખેડૂતો વધુ પીયત કરીને કમાણી શકે તેવી માંગ ઉઠી છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો