તારીખ 23/11/2026 ના રોજ સાંજે 04:32 વાગ્યાના સુમારે મેસરા અને મિયાલ ગામની વચ્ચે આવેલા હાઈવે રોડ પર માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચેલી 108 ની ટીમે ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે થરાદ સ્થિત રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ પૂરતા ભાનમાં ન હોવાથી પ્રાથમિક વિગતો મેળવવા માટે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલ બંને ઈજાગ્રસ્તો થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.સેવાની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ –EMT પ્રવિણભાઈ વણોલ અને પાયલોટ પીરાભાઈ ગોહીલ - દ્વારા અકસ્માતગ્રસ્ત દર્દીઓ પાસે રહેલા બે મોબાઈલ ફોન તેમજ અંદાજે રૂ .2.50 લાખ થી રૂ .3.00 લાખની કિંમતના સોનાના ઘરેણા સુરક્ષિત રીતે દર્દીના સગા સંબંધી (બહેનના પતિ) ભરતભાઈ ને પરત સોંપવામાં આવ્યા હતા.મુશ્કેલીના કપરા સમયે સમયસૂચકતા અને ઉચ્ચ પ્રામાણિકતા દાખવી કિંમતી સામાન પરત સોંપવા બદલ 108 ની ટીમની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે.
