વાવ તાલુકાના મોરીખા ગામે વરસાદ પડતા વરસાદી પાણી તળાવમાં પડતા તળાવ કિનારે રહેતા ઘરોમાં વરસાદી પાણી ભરાયાં હતા જે તળાવના પાણી સાથે મૃત માછલીઓ પણ તણાઈ જાહેર રસ્તાઓ, ઘરોમાં આવતા કૂતરાઓ પણ ઘરોમાં લઈ આવતા ભારે દુર્ગંધ ફેલાઈ હતી જેને લઇ રોગચાળો ફટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરાતા આરોગ્ય વિભાગે મોરીખા ગામની મુલાકાત લઈ દવાનો છંટકાવ કર્યો હતો અને લોકોને સલાહ સૂચન પણ આપ્યું હતું. આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું કે, અગાઉ પણ મોરીખા ગ્રામપંચાયતને લેખિતમાં શું શું કરવું તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. મોરીખા ગામના પીડિત લોકોએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે પણ મરેલ માછલીઓના નિકાલ કરવા કે પરિસ્થિતિ જોવા કોઈ આવ્યું નથી. આ અંગે વાવ તાલુકા વિકાસ અધિકારી વિનોદ પરમારને મીડિયા કર્મીઓએ રૂબરૂ પૂછતા તેમણે કહ્યું હતું કે, ફેટામાં ખબર ના પડે વીડિયો હોય તો બતાવો તળાવમાં મરેલ પડી છે કે ઘરોમાં હું તલાટીને વાત કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચાંદીપુરા રોગના કેસો વધી રહ્યા છે.ત્યારે મૃત માછલીઓના કારણે રોગચાળો ફેલાયો તો જવાબદાર કોણ?. આ બાબતે જવાબદાર તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરે નહીંતર ઘોડા છૂટયે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાશે.
