ધાનેરા તાલુકાના એક ગામમાં સગાઈના સંબંધને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોટી દીકરીના પતિએ પોતાની સગીર સાળીને લલચાવી-ફેસલાવીને ભાગી છૂટતા પરિવારજનોએ ધાનેરા પોલીસ મથકે સગીર દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના એક ગામની મોટી દીકરીની સગાઈ ધાનેરા નજીકના જ એક ગામના યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. આથી આ યુવક અવારનવાર પોતાના સાસરી પક્ષના ગામમાં મળવા માટે આવતો હતો. ગતરોજ જ્યારે પરિવારના સભ્યો ખેતરે ગયા હતા, ત્યારે આ યુવક ઘરે આવ્યો હતો. ઘરે હાજર તેની નાની સગીર સાળી અને એક નાના સગીર સાળાને તે બજારમાં ચોકલેટ તેમજ દૂધ અપાવવાના બહાને દુકાને લઈ ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે આરોપી જીજાજી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: