ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર તેમજ રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે થરાદ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના નવીન વર્કશોપ અને થિયરી રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 6.47 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક સુવિધાઓનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના વરદ્ હસ્તે તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ, અગ્રણી ડી.ડી રાજપુત.નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ભુરાભાઈ જોશી. જિલ્લા કલેક્ટર એમ. જે. દવે, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, સ્ટાફ્ગણ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
