ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા આજે વાવ અને થરાદ બસ સ્ટેન્ડ ખાતે વિશેષ થિયેટર વાન મારફ્તે ડાક ચોપાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને પોસ્ટ ઓફ્સિની વિવિધ બચત અને કલ્યાણકારી યોજનાઓ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચેલી આધુનિક થિયેટર વાન વાવ અને થરાદના સ્થાનિક રહીશો તથા મુસાફરોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પોસ્ટ વિભાગની યોજનાઓ વિશે સરળ રીતે જાણવા અને થિયેટર વાન નિહાળવા માટે બંને સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ જનજાગૃતિ અભિયાનને પગલે ગ્રામજનો અને સ્થાનિક નાગરિકોમાં પોસ્ટલ સેવાઓ પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો.
