ધનતેરસના પવિત્ર અને માંગલિક અવસરે થરાદ, વાવ અને સુઈગામ તાલુકા BAMS-BHMS આયુષ ડોક્ટર એસોસિએશન દ્વારા જન આરોગ્યની સુખાકારી અને દીર્ઘાયુની કામના સાથે ભગવાન ધન્વંતરીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. થરાદની અમૃતમ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ ધાર્મિક અને સેવાકીય આયોજનમાં આયુષ તબીબોએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સચોટ સંચાલન આયુષ એસોસિએશનના પ્રમુખ ડૉ. અનિતાબેન ચૌધરી અને ડૉ. નરેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. એસોસિએશનના વડીલ શ્રેષ્ઠી ડૉ. જે.કે. પુરોહિતના હસ્તે શાસ્ત્ર્રોક્ત વિધિથી ભગવાન ધન્વંતરીનું પૂજન સંપન્ન થયું હતું, જેમાં ઉપસ્થિત તમામ તબીબોએ આરોગ્ય જગતના આદિદેવ સમક્ષ માનવ સેવાના સંકલ્પો દોહરાવ્યા હતા.આ ધાર્મિક અવસરે એસોસિએશનના મંત્રી ડૉ. વસંતી ચૌધરી, ઉપપ્રમુખ ડૉ. અંકિતા ચૌધરી, મેલ કન્વિનર ડૉ. પ્રવીણસિંહ ચૌહાણ, ડૉ. નરસિંહ પટેલ, ડૉ. રિતેશ પ્રજાપતિ, ડૉ. હિતેન્દ્ર શ્રીમાળી, ડૉ. બદ્રીદાન ગઢવી, ડૉ. ભુરાજી રાજપૂત, ડૉ. નરેન્દ્ર સોનેજી તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા સહિત થરાદ, વાવ અને સુઈગામ પંથકમાંથી મોટી સંખ્યામાં આયુષ ડૉક્ટરો ઉપસ્થિત રહી ધનતેરસના પાવન પર્વનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો