વાવ તાલુકાના ભાયલી ગામના પ્લોટ વિસ્તારમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારો છેલ્લા કેટલાક સમયથી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભાયલી ગામના કુણાસરી તળાવમાં વર્ષોથી એક કાયદેસરનું નાકું દક્ષિણ દિશા તરફ્ પાણીના ટાંકાની સામે આવેલું છે. આ સિવાય અન્ય કોઈ નવું નાકું પાડવામાં ન આવે તેવી ગ્રામજનોની માંગ છે. જો અન્ય કોઈ નવું નાકું પાડવામાં આવે તો તળાવનું પાણી પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનોમાં ઘૂસી જાય તેમ છે, જેના કારણે સ્થાનિકોને જાન-માલનું મોટું નુકસાન થવાની ભીતિ છે.આ બાબતે અગાઉ પણ મામલતદાર અને નાયબ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે અને જો આગામી સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી-ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો