ભાભર તાલુકા કક્ષાના કલા મહાકુંભ-2026/27 નું આયોજન વાવડી પ્રાથમિક શાળા ભાભર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રમતગમત,યુવા સાંસ્કૃતિક કમિશનર ની કચેરી,ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાઓના વય જૂથ મુજબ અલગ અલગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ભાભર તાલુકાની રડકિયા પ્રાથમિક શાળા દ્વારા ચિત્ર સ્પર્ધા અને પ્રાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોએ પોતાની મહેનત, અભ્યાસ અને નવીન વિચારશક્તિ દ્વારા શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા અને વિદ્યાર્થીઓની આ સિદ્ધ બદલ શાળાના આચાર્ય રમેશ ચૌધરી તથા શિક્ષક મિત્રો અને બાળકોને સીઆરસી.કો.ઑ ડૉ દિનેશ દીપ દ્વારા બાળકોને શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો