વાવ થરાદ જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફ્લામ કેનાલ હાલ ખાલી પડી છે. જેથી ચોમાસુ વાવેતર કરવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે.જેથી કેનાલ અને ગામ તળાવોમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. કાંકરેજ, દિયોદર,થરાદ, લાખણી અને ડીસામાંથી પસાર થતી સુજલામ સુફ્લામ કેનાલ હાલમાં ખાલીખમ છે. તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે.ખેડૂતોને કુવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલો બનાવવા પડયા પણ હવે પાણીના તળ ઊંડા જવાના કારણે આજે બોરવેલો પણ 1,000 થી 1,200 ફૂટે પહોંચ્યા છે.તો પણ બોરવેલ પાણી ઉલેચતા નથી અને ફેલ થવા લાગ્યા છે. જેના પગલે ખેડૂતોને ચોમાસુ વાવેતર કરવાના ફંફ પડી રહ્યા છે. ત્યારે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને લેખિતમાં સુજલામ સુફ્લામ કેનાલ અને તળાવોમાં પાણી છોડવાની રજુઆત કરી છે. જેથી ખેડૂતો સમયસર વાવેતર કરી શકે.

Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!









