થરાદ : શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ બહેતરીન પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં બહેનોની 34 અને ભાઈઓની 52 ટીમોએ ભાગ લીધો હતો. બહેનોમાં અંડર-19 ગાયત્રી વિદ્યાલયની ટીમ ચેમ્પિયન બની હતી. સાથે ભાઈઓમાં અંડર-14 અને અંડર-17 બંને વયજૂથમાં ગાયત્રી વિદ્યાલયની ટીમ વિજેતા બની હતી. માર્ગદર્શન આપી વિજેતા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર રમત-ગમત શિક્ષક અને કોચ જગદીશ ચૌધરી તથા તમામ વિજેતા ખેલાડીઓને શાળા પરિવાર તરફ્થી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો