ભાભર તાલુકાના વજાપુર ગામે આવેલી વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી વજાપુર ગામની સીમમાંથી પસાર થતી વજાપુર માઈનોર કેનાલ વારંવાર તંત્ર ની બેદરકારી થી ઓવરફ્લો થતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમોએ કેનાલના ગેટમેન સહિત જવાબદાર નર્મદા વિભાગ અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆતો કરીને જણાવ્યું હતું કે અમારા ખેતરોમાંથી પસાર થતી કેનાલનો ભાગ નીચો હોવાથી કેનાલ સાંકડી તેમજ સફાઈના અભાવે વારંવાર અહીં કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાઇ જાય છે ગત સોમવારની રાત્રે કેનાલ ઓવરફ્લો થતાં પાણી દિવેલાના ઉભા પાક તેમજ આજુબાજુના ખેતરમાં ભરાઈ જતાં હવે વાવેતર કઈ રીતે કરવું તે મોટો સવાલ ઉભો થયો છે ચોમાસું સિઝન તો નિષ્ફ્ળ ગઈ પરંતુ શિયાળુ સિઝન પણ નર્મદા વિભાગના જવાબદાર તંત્ર ના પાપે નિષ્ફ્ળ જવાની ભિતિ સેવાઈ રહી છે સત્વરે યોગ્ય ધટતુ કરીને કેનાલની હાઈટ વધારવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
