ઉમરેઠ તાલુકાના અહીમા-લાલપુરા રોડ પર વધુ એક લોહિયાળ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી રાજકોટ પાસિંગની કારે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું મૃત્યુ નીપજ્યું છે.


કારે બાઈક ચાલકને લીધો અડફેટે

મળતી માહિતી મુજબ, શિલી ગામના વતની અર્જુનભાઈ પરમાર (ઉંમર ૨૫ વર્ષ) પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અહીમા રોડ પર આવેલા મહાકાળી માતાના મંદિર પાસે સામેથી આવતી સફેદ રંગની હ્યુન્ડાઈ ઓરા કાર (રાજકોટ પાસિંગ) ના ચાલકે અર્જુનભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્જુનભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે મૃત જાહેર કર્યા

અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ઓડ સ્થિત સીએચસી (CHC) હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ૨૫ વર્ષના આશાસ્પદ પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

આ પણ વાંચો: Dahod: ટાંડી માછણ ડેમમાં યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન


  • Follow us on: