ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકને સત્તાવાર રીતે ખાલી જાહેર કરવામાં આવી છે. આ બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા નિયમ મુજબ આ બેઠક પર પ્રતિનિધિત્વ શૂન્ય થયું હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


 ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન 

ઉમરેઠ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના પીઢ નેતા અને ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું ગત 6 માર્ચના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી સમગ્ર ઉમરેઠ પંથક અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ધારાસભ્યના અવસાનના પગલે વિધાનસભામાં પણ એક સ્થાન ખાલી પડ્યું હતું.

સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું

ચૂંટણી પંચ અને વિધાનસભા સચિવાલયના નિયમો અનુસાર, કોઈ પણ બેઠક પર ધારાસભ્યનું અવસાન થાય ત્યારે તે બેઠક ખાલી જાહેર કરવી પડે છે. જે અંતર્ગત આજે ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી હોવાનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ હવે આ બેઠક પર આવનારા સમયમાં પેટાચૂંટણી યોજવાની પ્રક્રિયાની દિશામાં પ્રથમ કદમ લેવાયું છે.

આ પણ વાંચો:Surendranagar: માલવણ-પાટડી હાઈવે પર દારૂની હેરાફેરી, LCBએ 28 લાખનો જથ્થો ઝડપ્યો


  • Follow us on: