શૈક્ષણિક વર્ષ 2026-27 થી રાજ્યની તમામ શાળાઓમાં ગુણોત્સવ ગુણાંકન માટે સ્ક્વાફ્નો અમલ શરૂ થયો છે. તેના ભાગરૂપે ગુણાંકન 2026 કાર્યક્રમનો પ્રથમ તબક્કો સ્વ-મૂલ્યાંકન 17 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2026 દરમિયાન પૂર્ણ થયો છે. તેમાં ચરોતરની 2000થી વધુ શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્વ મૂલ્યાંકન કર્યું હતું. હવે તે ડેટાનો આધાર લઈ વેરિફ્કિેશનનો બીજો તબક્કો 21 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. જેમાં વિભાગ દ્વારા નિમવામાં આવેલા વેરિફાયર્સ આણંદ અને ખેડા જિલ્લાની રેન્ડમલી પસંદ કરેલ શાળાઓમાં જશે અને શાળાની ચકાસણી કરશે. જે શાળાઓમાં આ ચકાસણી થવાની છે તે શાળાઓને જાણ પણ કરી દેવામાં આવી છે જેમાં આણંદ જિલ્લાની 535 અને ખેડા જિલ્લાની 657 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુણોત્સવના ગુણાંકન માટે 17 સપ્ટેમ્બરે તમામ વેરિફાયર્સની ઓનલાઇન તાલીમ યોજાઈ હતી. રાજ્યની કચેરીએ શિક્ષણ વિભાગના 17 જૂન 2026ના ઠરાવ મુજબ જિલ્લાઓને આ અંગે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ પાઠવી છે, જેને નિયામક ધ્વારા 19 સપ્ટેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી. સૂચનાઓ મુજબ, દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યને મુખ્ય નોડલ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. તેઓ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સાથે સંકલનમાં રહી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ડાયટના એકેડેમિક નોડલ તથા ડી.ઇ.ઓ અને ડી.પી. ઇ .ઓ અને કચેરીના એડમિન નોડલ પણ તેમની સાથે કામ કરશે. મુખ્ય નોડલ અધિકારી તમામ વેરિફાયર્સને શાળા મુલાકાત માટેનો ઓથોરિટી લેટર આપશે અને પસંદ થયેલી શાળાઓને વેરિફ્કિેશનની જાણ પણ કરવામાં આવશે. શાળાઓ વેરિફાયર્સને જરૂરી સહયોગ આપે તે માટે પણ સંબંધિત અધિકારીઓએ સૂચના અપાઈ ગઈ છે.
દરેક શાળા માટે બે વેરિફાયર્સ નિયુક્ત કરાયા છે પણ જો અનિવાર્ય સંજોગોમાં બેમાંથી કોઈ એક ન જોડાઈ શકે તો જિલ્લા કક્ષાએ તેમના સ્થાને અન્ય વેરિફાયરની નિયુક્તિ કરવામાં આવશે. અતિ અનિવાર્ય સંજોગોમાં માત્ર એક જ વેરિફાયર ઉપલબ્ધ હોય તો તે એકલા શાળા મુલાકાત લઈ કામગીરી પૂર્ણ કરશે. નોંધાયેલા તમામ વેરિફાયર્સે ફરજિયાતકામગીરીમાં જોડાવાનું રહેશે. જો કોઈ વેરિફાયર યોગ્ય કારણસર મુક્તિ માગે, તો તે અંગે ડાયસ પ્રાચાર્ય તે અંગે નિણર્ય લેશે. આણંદ અને ખેડા જિલ્લાએ રાજ્યથી દ્વારા ફાળવાયેલા આયોજન મુજબ કામગીરી પૂર્ણ કરવા માટેનું સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સંજોગોને કારણે શાળા મુલાકાતની તારીખોમાં ફેરફાર કરવો પડે તો નિર્ધારિત સાઇકલ પૂર્ણ થયા પછીના દિવસે બાકી કામગીરી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જો કે કોઈ પણ પરિસ્થિતિમાં મોડામાં મોડું30 સપ્ટેમ્બર 2026 સુધીમાં વેરિફ્કિેશનની કામગીરી પૂર્ણ કરવા દરેક જિલ્લાને આદેશ કરવામાં આવ્યો છે.
