ઉમરેઠ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે આજે બ્રહ્મલીન ગણેશદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિખ્યાત કથાકાર અને રામકથાના મર્મજ્ઞ મોરારીબાપુ પધાર્યા હતા. તેમના આગમનથી મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મોરારીબાપુએ શ્રી સંતરામ મંદિર ખાતે દર્શન કરી બ્રહ્મલીન ગણેશદાસજી મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે મહારાજશ્રીના સ્મરણ સાથે નમન કરી આધ્યાત્મિક પરંપરા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ, દેવાંગભાઈ ઈપ્કોવાળા સહિત મંદિરના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉમરેઠ શહેર તેમજ આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પણ ઉપસ્થિત રહી પૂજ્ય મોરારીબાપુનાં દર્શનનો લાભ લીધો હતો.પૂજ્ય મોરારીબાપુની આ મુલાકાતથી સંતરામ મંદિરના ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર પ્રસંગ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ભાવનાથી સંપન્ન રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો