ઊના : ઊના એસ. ટી. બસ સ્ટેશન સામે આવેલ દુધાત ચેમ્બરમાં ઓમ શિવ લોન્ડ્રી નામે કપડા ધોવા અને ઈસ્ત્ર્રી કરવાનો ધંધો કરતા ધોબી પ્રફુલભાઈ જેન્તીભાઈ મોડાસીયાએ પેન્ટના ખિસ્સામાં ભૂલી ગયેલ વેપારીને બોલાવી પરત આપ્યા હતા. જાફ્રાબાદ તાલુકાના રોહિશા ગામના વેપારી કાદરભાઈ અલીભાઈ જાડેજાએ તેમના કપડાઓ ધોવા અને ઈસ્ત્ર્રી કરવા પ્રફુલભાઈને આપ્યા હતા. કપડાં ધોતી વખતે પેન્ટના ખિસ્સા ચેક કરતા રૂપિયાની થપ્પી મળી હતી. તેથી તે વેપારીને બોલાવી ખરાઈ કરી કુલ રૂ.9000 પરત આપી પ્રમાણિકતા બતાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


  • Follow us on: