દીવ : દીવમાં એકસાઈઝ કર્મચારીનો પૈસાની દેતી-દેતીનો ઓડિયો સોશિયલ મિડીયામા વાયરલ થયો છે. આ સમગ્ર મામલે કલેકટર દ્વારા એકસાઈઝ કર્મચારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
દીવના ઘોઘલા ચેક પોસ્ટ ઉપરથી દારૂ જતો હોય અને દારૂ જનારા પૈસાનો વહિવટ કરતા હોય તેવો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા એકસાઈઝ કર્મચારી ભાઈદાસભાઈ ભીખા ઓડિયોમાં અવાજ અને વિડીયોમા નજરે પડે છે. આ વાત દીવ કલેકટર પાસે પહોંચતા કલેકટરે એકસાઈઝ કર્મચારી સસ્પેન્ડ કરવા કાર્યવાહી કરી હતી. દીવની બંને ચેક પોસ્ટ ઉપરથી ગુજરાતમા દારૂ જતો હોય છે જેની માહિતી દરેકને છે જો કાયદેસર ઈમાનદારીથી તપાસ કરવામાં આવે તો એક પણ બોટલ ગુજરાતમા ન જાય. બુટલેગરો અને એકસાઈઝ કર્મીઓની મીલીભગતથી આ કામ થતુ હોલ છે.
