ઊના શહેરમા પોલીસે વડલા ચોક, ત્રિકોણ બાગ, ટાવર ચોક પાસે વાહનોનું ચેકિંગ કરી બે વાહનો ડિટેન કર્યા છે અને 23 સામે કેસ કરી સ્થળ ઉપર જ રૂ.8200ના દંડ વસૂલ્યો હતો. ઊના તાલુકા પોલીસ સ્ટેશન મા નવા નિમણુંક પામેલ પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા એ ચાર્જ સંભાળતા કામગીરી શરૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા અને ઊના ના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ્. ચૌધરી ની સૂચના થી શહેર અને તાલુકા માં કાયદા નો કડક અમલ કરવા પી. આઇ. જાડેજા, એલ. સી. બી. પી. આઇ. વણરકા સહિત ઊના પોલીસ સ્ટાફે ઊનાના વડલા ચોક, ત્રિકોણ બાગ, ટાવર ચોક પાસે આવતા જતા વાહનો રોકી ચેકીંગ કર્યુ હતુ. જેમાં કાયદાનો ભંગ કરનાર બે વાહન ડિટેન કર્યા હતા તેમજ 23 વાહન ચાલકો સામે એન. સી. કેસ કરી સ્થળ ઉપર રૂપિયા 8200દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું ગાડીના કાગળો, કપલીટ રાખવા લાયસન્સ રાખવું વિગર સૂચના આપી હતી. ઊના મા પોલીસ સક્રિયથતા વાહન ચાલકો માં ફ્ફ્ડાટ ફેલાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો