જીરું અને વરિયાળીના હબ ગણાતા ઊંઝામાં આ કિમતી મસાલાનો વેપારી કરી વેપારીઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તેમાંથી કેટલાક વેપારીઓ ટેક્સ ચોરી કરવા માટે મજૂરોના નામે કંપની ખોલી તેમાં કરોડોના વ્યહાર કરી કંપની બંધ કરી દે છે. અને ટેક્સ ભરવાની જવાબદારી મજૂર પર આવી પડે છે. આવી જ ઘટના ઊંઝામાં સામે આવી છે.


ઊંઝા ગંજ બજારમાં પ્રોસેસિંગ ફેક્ટરીમાં પરપ્રાંતિય, સ્થાનિક મજૂરો લેબર કામે જોડાય છે. આ બહાને કેટલાક બેનામી વેપાર કરતા વેપારીઓ આવા ઓછું ભણેલા અને અશિક્ષિત વર્ગના મજુરો પાસેથી આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ મંગાવી તેમને પગાર બેંક દ્વારા કરવામાં આવશે તેવું જણાવે છે.

ત્યાર બાદ મજૂરના નામે ટ્રેડ કંપની નોંધાવીને કરોડોનો કારોબાર કરી નાખે છે. આવી એક પેઢીની કરોડોના કારોબારની વિગતોને આધારે પાટણ ઈન્કમટેકસ વિભાગ દ્વારા ઊંઝા તાલુકાના ડાભી ગામના ઠાકોર પ્રભાતજી ગાડાજીના નામથી રૂ.69,01,88,907ની વર્ષ 2017 થી 2018 દરમિયાન થયેલા વેપાર બાબતે નોટિસ મોકલતા પ્રભાતજીના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.

પ્રભાતજીએ પોતાના નામે નોટિસ આવતા તેમણે વકીલ દ્વારા ઈન્કમટેકસ પાટણનો ખુલાસો માંગ્યો હતો અને જે તે વખતે કંપનીનાં ભાગીદારો સાથે હતાં તેવા મૈત્રી એન્ટર પ્રાઈઝ, ડાભી વાળાઓનો પણ ખુલાસો માગ્યો હતો પણ તેઓએ નોટિસનો જવાબ આપી હાથ અધ્ધર કરી દીધા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: