માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓને અટકાવવા અને નાગરિકોમાં ટ્રાફ્કિના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(RTO) દ્વારા ઊંઝા સ્થિત ઔદ્યોગિક તાલીમસંસ્થા(ITI)ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આસિસ્ટન્ટ RTO ઇન્સ્પેક્ટર ડી.એન. પંચાલ, આર.એમ. સથવારા અને એન.પી. દયમા ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ઉપસ્થિત લોકોને માર્ગ સલામતીના મહત્ત્વ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. સાથે જ સુરક્ષિત વાહનચાલન માટે જરૂરી નિયમો અને સાવચેતીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. સેમિનાર દરમિયાન વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ટ્રાફ્કિ સિગ્નલ અને માર્ગના નિયમોનું પાલન કરવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂ કે અન્ય કોઈપણ પ્રકારના નશાની હાલતમાં વાહન ન ચલાવવા, વાહનની ગતિ નિયંત્રણમાં રાખવા તથા પદયાત્રીઓ અને અન્ય વાહનચાલકોની સલામતીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓએ માર્ગ અકસ્માતની પરિસ્થિતિમાં સમયસર મદદ પહોંચાડવા અને પ્રાથમિક સારવારના મહત્ત્વ અંગે પણ સમજણ આપી હતી. માર્ગ સલામતી માત્ર સરકારી તંત્રની જવાબદારી નહીં, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે, ત્યારે ટ્રાફ્કિના નિયમોનું સ્વયં પાલન કરીને અન્ય લોકોને પણ જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો