વિશ્વપ્રસિદ્ધ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે આજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડનગરના પ્રાચીન સ્થાપત્યો અને ભવ્ય ઐતિહાસિક વારસાને નજીકથી નિહાળ્યો હતો. તેમણે સૌપ્રથમ વડનગરના સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના અદભુત કોતરણીકામ અને આધ્યાત્મિક વાતાવરણથી તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અહીં સંગ્રહિત હજારો વર્ષ જૂના પુરાતત્ત્વીય અવશેષો, ઉત્ખનન દરમિયાન મળી આવેલી ઐતિહાસિક ચીજવસ્તુઓ અને વડનગરની સંસ્કૃતિને રજૂ કરતા વિવિધ વિભાગોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો