વડોદરા શહેર નજીક આવેલા અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાનો મકરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે છાપો મારીને કૂટણખાનાની મહિલા સંચાલક સહિત 13 જેટલા ગ્રાહકોને ઝડપી પાડ્યા છે.
અમદાવાદ-સુરત હાઇવે પર ચાલતું હતું કુટણખાનું
મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, હાઇવેની નજીક ઝૂંપડાઓ બનાવીને ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. સંચાલકો બહારથી સ્ત્રીઓને લાવીને તેમની પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન, કૂટણખાનું ચલાવતી મહિલા સંચાલક અને ત્યાં હાજર 13 જેટલા ગ્રાહકો પોલીસના સકંજામાં આવી ગયા હતા.










