વડોદરાના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક જંગલી શિયાળ દેખાતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ સમા ગાર્ડન પાસે આ શિયાળને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ શિયાળ સમા કેનાલના રસ્તે ખોરાકની શોધમાં ભટકતું ભટકતું રહેણાંક વિસ્તાર સુધી આવી પહોંચ્યું હતું. શિયાળ વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો, પરંતુ વન વિભાગની ટીમ સમયસર પહોંચી જતા મોટી અફરાતફરી ટળી હતી.


શિયાળનો ફફડાટ

આ રેસ્ક્યુ ઓપરેશન કોઈ પડકારથી ઓછું નહોતું, કારણ કે શિયાળ અત્યંત ચપળ હોવાથી વારંવાર વનકર્મીઓના હાથતાળી આપી દેતું હતું. વન વિભાગના કર્મચારીઓએ સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. આખરે જાળ બિછાવીને આ ચપળ શિયાળને સલામત રીતે પકડી પાડવામાં સફળતા મળી હતી. શિયાળનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ તેને પ્રાથમિક તપાસ કરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : તડકેશ્વર જેવી ઘટના થવાની શક્યતા, 15 લાખ લીટરની પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત!

  • Follow us on: